રાજ્યમાં કોરોનાનો આંકડો 3 હજારને પાર, કુલ મૃત્યુઆંક 127 પર પહોંચ્યો
Live TV
-
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 182 કેસ નોંધાયા હતા અને બીજા નંબરે 34 નવા કેસ સુરતમાં નોંધાયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આજે કોરોનાથી કુલ 6 દર્દીના મોત થવા સાથે કુલ મૃત્યુઆંક 127 પર પહોંચ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યમાં કોરોનાના કેસ અંગ માહિતી આપી હતી.
