Skip to main content
Settings Settings for Dark

પાટણઃ અજીમણા ગ્રામજનો સરકારી યોજનાઓનો લઈ રહ્યા છે, લાભાર્થીઓ બન્યા ખુશ 

Live TV

X
  • સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીને પગલે ચિંતિત બન્યું છે.  વિશ્વના તમામ દેશ આ મહામારીને નાથવા અને તેને મહાત આપવા ખુબ જ પ્રયત્નશીલ છે અને તેને નાથવાનો શ્રેષ્ઠ અને કારગર ઉપાય માત્ર ઘરમાં રહેવું એ છે. 

    સરકારે 3 મે સુધી લોકડાઉન આપ્યું છે, એવામાં લોકોના ધંઘા અને રોજગાર પર પણ અસર પડી રહી છે.  આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સરકાર દ્વારા લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે ગરીબથી લઇ મધ્યમ વર્ગની ચિંતા કરતા રાશનથી લઇ રોકડ સહાય આપી રહી છે. 

    પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના અજીમણા ગામના ખેતી, પશુપાલન અને નાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં પણ નિશ્ચિંત છે. ભારત સરકારની જનધન યોજનામાં ખોલાયેલા ખાતા આજે લોકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે અને તમામ સરકારી યોજનાઓનો લાભ આ ખાતા દ્વારા લોકોને મળતો થયો છે.  

    જેમકે સરકારે જનકલ્યાણ યોજના તળે પ્રત્યેક ગરીબ  લાભાર્થીને ૫૦૦ રૂપિયાની સહાય ,  ત્યારબાદ ૧ હજાર રૂપિયાની સહાય, ખેડૂતો માટે પી એમ કિસાન યોજના હોય કે પછી સામાન્ય બેન્કિંગ વ્યવહાર તમામ વ્યવહાર બેન્ક મિત્ર મારફતે લોકો મેળવતા થતા આજે કપરી પરિસ્થિતિ માં ઘરે બેઠા શહેરની ભીડમાં જવા કરતા અહી જ લાભ મળ્યો છે .

    જનધન થકી વિધવા મહિલાઓ પણ નાણાંકીય સહાય પ્રાપ્ત કરી ખુશ થઈ છે.  બીજી તરફ ઉજ્જવલા યોજના થકી ફ્રીમાં ગેસ સિલિન્ડર મળતા મહિલાઓ પણ સરકારનો આભાર માની રહી છે. ગેસની બોટલના 700 રૂપિયા પણ આ મહિલાઓના ખાતામાં સીધા જમા થાય છે. 

    સૌથી મોટો નિર્ણય ખેડૂતો માટે સરકારે કર્યો છે. પી એમ કિસાન સન્માન નિધિમાં પૈસા ખેડૂતોના ખાતામાં મળતા જ ખેડૂતોનું કામ આસાન બન્યું છે. આ રવિ સીઝન પૂરી થતા ઉનાળુ સીઝનનું વાવેતર કરવાનું હતું ત્ત્યારે લોકડાઉન આવતા ખેડૂતો ભારે મૂઝવણમાં મૂકાયા હતા, પરંતુ સરકારે ખેડૂતોને ખેતી કામની છૂટની સાથે સાથે તેમના ખાતામાં વધારાના તાત્કાલિક ૨ હજારની સહાય કરતા ખેડૂતો રાજીના રેડ થઇ ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply