રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્, 725 નવા કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 725 નવા કેસ નોંધાયા છે અને 18ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,12,124 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8278 છે, જેમાંથી 72 વેન્ટિલેટર પર અને 8206 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં 25,900 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે, તો 1945 લોકોના મોત થયા છે. અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 253 નવા કેસ નોંધાયા છે અને વડોદરા જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 42 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 18 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 8 અને સુરતના 6 દર્દીઓ સામેલ છે. અમદાવાદ જિલ્લામાં 8ના, સુરતમાં 4ના, રાજકોટમાં 4ના, મહેસાણામાં 1ના, અરવલ્લીમાં 1, કચ્છમાં 1 અને વલસાડમાં 1 એમ રાજ્યમાં કુલ 21ના મોત થયા છે.
