અંબાજીઃ ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માત, કોઈ જાનહાનિ નહીં
Live TV
-
આજે અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ ખાતે અકસ્માત સર્જાયાની ઘટના બની છે. મારબલ પથ્થર ભરેલી ટ્રકે કાબૂ ગુમાવતા કાર સાથે અકસ્માત થયો હતો.
મારબલના પથ્થર ભરેલી ટ્રક પલ્ટી જતા સામેથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર પર પથ્થર પડતા કારમાં સવાર પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ટ્રક ડ્રાઈવર કે કારમાં સવાર કોઈનું મોત થયું નથી. જો કે ત્રિશુળિયા ઘાટ પર વારંવાર અકસ્માતો થવાથી ઘાટ નજીક ઉતરતી બાજુના માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી થઈ રહી છે.
