લગ્નપ્રસંગે પાકિસ્તાન ગયેલા 26 લોકો સરકારની મદદથી ગોધરા પરત ફર્યાં
Live TV
-
પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગે ગયેલા ગોધરાની 26 વ્યક્તિઓ કોરોના મહામારીના કારણે ફસાય ગઈ હતી. જો કે સરકારની મદદથી તેઓ પોતાના વતન ગોધરા હેમખેમ પરત ફર્યા છે.
ગોધરાના પોલન બઝાર વિસ્તારના 26 વ્યક્તિઓ લગ્નપ્રસંગે પાકિસ્તાન ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ કોરોના મહામારીના કારણે તેઓ ફસાઈ ગયા હતા. જો કે ભારત સરકારની મદદના કારણે તેઓ પાકિસ્તાનની વાઘા બોર્ડર પહોંચ્યા હતા ,ત્યાંથી તેઓ ભારતની અટ્ટારી બોર્ડર પહોંચ્યા હતા.
જ્યાંથી તેમને અમૃતસર ખાતે સાત દિવસ માટે ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે ગોધરા પહોંચ્યા હતા. જેના કારણે ગોધરાની આ 26 વ્યક્તિઓ દ્વારા ભારત સરકારની મદદ બદલ તેમનો આભાર માન્યો હતો.
