Skip to main content
Settings Settings for Dark

સિવિલ હોસ્પિટલના 56 વર્ષીય નર્સ સરલાબેન કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થયા

Live TV

X
  • અમદાવાદના સિવિલ હોસ્પિટલના ૫૬ વર્ષીય હેડ નર્સ સરલાબેને કોરોનાને મ્હાત આપી છે. પ્લાઝમાં ડોનેટ કરી કોઈકના પરિવારનો દીપ પ્રજવલ્લિત રાખવા સરલાબેન મોદી સંકલ્પબધ્ધ છે.

    ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા બાદ ૧૨ દિવસે કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર હાજર થઇ ગયા છે. ૧૨ દિવસ કોરોના સામે ઝઝૂમી તેને પરાસ્ત કરી સરલાબેન મોદી ઘરે પરત ફર્યા ત્યારે તેમને ઘરે ઉંઘ આવતી ન હતી અને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન દિલ-દિમાગમાં એક જ વસ્તુ ફર્યાં કરતી હતી કે, મારા સિવિલ હોસ્પિટલ પરિવારને મારી જરૂર છે.

    આ જ સંકલ્પ સાથે તેઓ એ જ જોશ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થયા. કોરોનાને મ્હાત આપ્યા બાદ પ્લાઝમાને સિવિલ હોસ્પિટલની પ્લાઝમાં બેંકમાં ડોનેટ કરી કોઇક જરૂરિયાતમંદ પરિવારનો દિવડો પ્રજવલ્લિત રાખવા માટેની તૈયારી પણ તેમણે બતાવી હતી.

    સરલાબેને અન્ય કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર ના લઇ સિવિલ હોસ્પિટલમાં જ સારવારને પ્રાથમિકતા આપી કારણ કે તેમને સિવિલની સારવાર-સારસંભાળ પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા પણ હતી. સિવિલની સારવાર પધ્ધતિના તેઓ પોતે પણ સાક્ષી રહ્યા છે અહીં સારવારની સાથે હૂંફ અને પ્રેમ પણ આપવામાં આવે છે. દર્દીને સારવાર પધ્ધતિની સાથે સાથે મનોસ્થિતીની પણ કાળજી રાખી તેનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply