રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કોરોના વાઈરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી - આરોગ્ય વિભાગ
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યુ હતુ કે ,વડોદરામાં શ્રીલંકા થી આવેલ 55 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જોકે કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 87 પર યથાવત છે.
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કોરોના વાઈરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યુ હતુ કે ,વડોદરામાં શ્રીલંકા થી આવેલ 55 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જોકે કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 87 પર યથાવત છે. બે દર્દી વેન્ટીલેટર પર છે.જ્યારે સાતને સારવાર ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે હજુ 71 દર્દી સારવાર હેઠળ છે. જેની હાલત સ્થિર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી ચાર થી પાંચ દિવસ ખૂબ જ અગત્યના છે. ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો હોય તેવા લોકોને પણ હાલ ઘરની બહારન નિકળવા સૂચના અપાઈ રહી છે. મહત્વનું છે કે, 18 હજારથી વધુ લોકો ને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
