કોરોના વાયરસના પ્રતિબંધ બાદ સરકારે ખેડૂત લક્ષી કરેલી જાહેરાતથી ખેડૂતો રાહત અનુભવી
Live TV
-
મહેસાણામાં પણ ચાલુ સીઝનમાં કુલ 69 હજાર 434 હેક્ટરમાં ઘઉં નું વાવેતર થયુ છે. ત્યારે ખેડૂતોને રવી પાકની લલણીમાં ખેતર સુધી જવાની છૂટ કૃષિ પેદાશને ગોડાઉન સુધી લઈ જવાની અવર જવર માટેની છૂટ આપતા ખેડૂતો હાશકારો અનુભવી રહ્યાં છે.
કોરોના વાયરસના કારણે તમામ પ્રકારના કામો પર પ્રતિબંધ બાદ ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ સરકારે ખેડૂત લક્ષી કરેલી જાહેરાતથી ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. મહેસાણામાં પણ ચાલુ સીઝનમાં કુલ 69 હજાર 434 હેક્ટરમાં ઘઉં નું વાવેતર થયુ છે. ત્યારે ખેડૂતોને રવી પાકની લલણીમાં ખેતર સુધી જવાની છૂટ કૃષિ પેદાશને ગોડાઉન સુધી લઈ જવાની અવર જવર માટેની છૂટ આપતા ખેડૂતો હાશકારો અનુભવી રહ્યાં છે. હાલ રાજ્યમાં અનેક શ્રમિકોએ કોરોના વાયરસની દહેશતના કારણે માદરે વતનની વાટ પકડી છે ત્યારે ખેતરમાં લહેરાઈ રહેલો પાક બગડીન જાય તે માટે મહેસાણાના ખેડૂતો એ પાક લણવા મશીનોનો સહારો લેવાનું શરૂ કર્યું છે. થ્રેસર મશીનથી પાક લણીને ગોડાઉન સુધી લઈ જવાની તેઓ તૈયારી કરી રહ્યાં છે. તેઓ સરકાર નો આભાર પણ માની રહ્યા છે સાથે જ તમામ પાક વેચવા માટેની જલદી વ્યવસ્થા કરાય તેવી પણ ખેડૂતો માગ કરી રહ્યાં છે.
