રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા અને 10ના મોત થયા
Live TV
-
સુરત જિલ્લામાં આજે ગ્રામ્ય અને શહેરના મળી 270 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 178 કેસ નવા નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં નવા 72 કેસ નોંધાયા છે અને ભાવનગરમાં નવા 49 કેસ 24 કલાકમાં નોંધાયા છે. રાજકોટમાં નવા 41 કેસ નોંધાયા છે અને ગાંધીનગરમાં નવા 28 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યાનો આંકડો 41,027 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં નવા કેસની સામે છેલ્લા 24 કલાકમાં 502 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,57,066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2034 દર્દીઓના મોત થયા છે અને કુલ 28,685 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10,308 છે, જેમાં 73 વેન્ટિલેટર પર અને 10235 સ્ટેબલ છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 4, સુરતમાં 3,દાહોદ 1, કચ્છ 1 અને પાટણ 1 મોત થયા છે.
