રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા, તો 877 દર્દીઓ થયા સાજા
Live TV
-
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,36,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,96,393 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,412 છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર છે અને 11,343 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 34,882 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ 2147ના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયા છે, જેમાંથી સુરતમાં 9,અમદાવાદમાં 6, દાહોદમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1 અને જામનગરમાં 1ના મોત થયા છે.
નવા કેસ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 186 અને ગ્રામીણમાં 26 થઈ 212 અમદાવાદ જિલ્લામાં નવા નોંધાયા છે. તો સુરત શહેરમાં 206 અને ગ્રામીણમાં 79 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા 69 અને ગ્રામીણમાં 12 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા 38 અને ગ્રામીણમાં નવા 11 કેસ નોંધાયા છે.
