Skip to main content
Settings Settings for Dark

ધોરાજીમાં કોરોનાના ઝડપી ટેસ્ટીંગ માટે R.T.P.C.R ટેસ્ટની કરી શરુઆત

Live TV

X
  • ધોરાજીમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે , ત્યારે હવે સરકારે ધોરાજીમાં કોરોનાના ઝડપી ટેસ્ટીંગ માટે R.T.P.C.R ટેસ્ટની શરુઆત કરી છે. જેના કારણે માત્ર 15 મિનિટમાં જ રિપોર્ટ મળી જશે. ધોરાજીના તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યુ છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે , અને તેને અટકાવવા સાવચેતીના પગલાં જરૂરી છે, લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સ રાખે અને સાવચેતીના પગલાં લે તે જરૂરી બન્યું છે. ધોરાજીમાં R.T.P.C.R કીટથી કોરોનાનું ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા100 ને પાર પહોંચી છે અને કુલ 5 લોકોના મુત્યુ થયા છે. ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાનું નામ નથી લઈ રહ્યું એટલે રેપિડ ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે. રાજ્ય સરકારની સૂચનાથી શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં જઈ અને લોકોના આરોગ્યની તપાસણી પણ ચાલુ કરી દેવામાં આવી છે. આ આધુનિક કીટ દ્વારા ટેસ્ટને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરી ને ગર્ભવતી મહિલાઓ માટે આ કીટ આશીર્વાદ રૂપ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply