Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 380 પોઝિટિવ કેસ, 28 મૃત્યુ : પોઝિટિવ કેસનો કુલ આંકડો 6,625

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 380 કોરોના વાઇરસના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 28 લોકોના મૃત્યુ થયા છે. તો 119 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 16 અને સુરતમાં 31, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4 નવા કેસ નોંધાયા છે... આજે કુલ 28 મૃત્યુ થયા છે તે પૈકી 25 મૃત્યુ અમદાવાદમાં થાય છે... ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,625 પોઝિટીવ કેસ નોંધાયા છે...

    અત્યાર સુધીમાં પોણા ચાર લાખ શ્રમિકોને માદરે વતન પહોંચાડાયા: CMOના સચિવ

    ગુજરાત રાજ્ય મંત્રીમંડળની વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાજ્યના કોરોનાગ્રસ્ત વિસ્તારોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથે પરપ્રાંતિયોને પોતના વતન પહોંચાડવા અંગેની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી...કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુંકે પરપ્રાંતિય શ્રમિકોને ઝડપથી વતન પહોંચાડવા માટે સરકાર કટિબધ્ધ છે. તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 46 ટ્રેન દ્વારા પોણા ચાર લાખ પરપ્રાંતિય શ્રમિકોને પોતના વતન પહોંચાડવામાં આવ્યાં છે.તેમણે હાલમાં થઇ રહેલી પ્રક્રિયાની વિગતો આપતાં કહ્યું હતું કે હજુ પણ 30 ટ્રેન દ્વારા આજે રાત સુધીમાં બાકીના શ્રમિકોને વતન પહોંચાડવામાં આવશે...તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ જિલ્લાના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply