Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક, વડોદરામાં નવા 20 કેસ , 3 દર્દીઓએ દમ તોડ્યો

Live TV

X
  • રાજકોટમાં 138 પૈકી 101 કેસનો રિપોર્ટ નેગેટીવ આવતા રાહત

    ગુજરાતમાં કોરોનાને લઇને સ્થિતિ થોડી ચિંતા જનક બની રહી છે ત્યારે વડોદરામાં વધુ 20 પોઝિટીવ કેસ આવ્યા છે. જ્યારે ગઇકાલે દરમિયાન 3 વ્યક્તિઓના મોત થયા હતા તો ભાવનગરમાં પણ સ્થિતિ થોડી ચિંતા જનક છે ત્યા નવા પાંચ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ માટે સારા સમાચાર રહેશે કે ગઇકાલે લીધેલા 138 સેમ્પલ માથી 101 સેમ્પલ નેગેટીવ આવ્યા છે જ્યારે 37ની પેન્ડીગ છે. તો બોટાદમાં 6 વર્ષના બાળકે કોરોનાને માત આપી છે. જ્યારે વલસાડમાં પણ એક દર્દીને રજા આપવામાં આવી છે. ઉપરાંત ગોધરામાં વધુ 2 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લીમાં પણ એક નવો કેસ નોંધાતા પોઝિટીવ કેસ 22 પર નોંધાયો છે

    તો આ તરફ મુખ્ય સચિવ અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં  મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસિપલ કમિશનરો પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તેમણે કોરોનાની સ્થિતીની સમીક્ષા કરીને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

    વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ગીતાચોક વિસ્તારમાંથી 3 પોઝિટિવ કેસ સાથે નવા પાંચ પોઝિટિવ કેસ આવ્યા સામે.કુમાર રસિકભાઈ વોરા કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવાર ને સમરસમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા તે પૈકી ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે.નવા બે કેસ પાલીતાણાના છે. જેમાં દંપતિને કોરોના પોઝીટીવ થતા સેમ્પલ લઇને આઇશોલેશન વોર્ડમા શિફ્ટ કરાયાછે. જ્યારે હવે પાંચ કેસ સાથે ભાવનગર માં કુલ આંક ૮૧ પર પહોંચ્યો છે.

    વડોદરામાં અત્યાર સુધીમા 4459 સેમ્પલ ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 441 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે જ્યારે 3923 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે 137 જેટલા સેમ્પલની ચકાસણી દરમિયાન 9 પૂરુષ અને 11 મહિલાઓ સહિત 20 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે જેમાં પાણીગેટનાં 12 ,વાડી નાં 3,માંડવીના 3 ઉપરાંત કારેલીબાગ અને બરાનપુરાનાં એક એક કેસ પોઝિટિવ આવેલા છે.ગઈકાલે દિવસ દરમિયાન 3 વ્યક્તિઓના મોત થયા છે.સયાજી હોસ્પિટલમાં 40 વર્ષીય યુવક અને 65 વર્ષીય વૃદ્ધા નું તેમજ ગોત્રી હોસ્પિટલમાં 62 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા જિલ્લામાં 2 અને શહેરમાં 29 મોત સાથે કોરોના સંક્રમણ ને કારણે મોતનો આંકડો 31 પર પહોંચ્યો છે

    જૂનાગઢ જિલ્લામાં આ સૌપ્રથમ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ત્વરિત કામગીરીના ભાગરૂપે આ બંને વ્યક્તિ તબીબ અને પટાવાળાને ભેસાણ ખાતેથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.તેમજ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી તથા વહીવટી સ્ટાફ ભેસાણ દોડી ગયો હતો અને તત્કાલ ધોરણ અનુસાર કામગીરી હાથ ધરી હતી જેમાં ભેસાણને કન્ટેન મેન્ટ એરિયા જાહેર કરીને સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છેઆ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ દ્વારા અંદાજિત ૩૭૯ લોકોની ઓપીડી કરવામાં આવેલી હતી. આ તમામ લોકોને ટ્રેસ કરવામાં આવેલ છે તેમજ હાઉસહોલ્ડ કોન્ટેક્ટ 52 તેમજ હેલ્થ વર્કર કોન્ટેક 23 ટ્રેસ કરવામાં આવ્યા છેપટાવાળા ના કોન્ટેક્ટ માં ૬૨ વ્યક્તિઓ હતા જેમાંથી 40 વ્યક્તિઓ અને 22 હેલ્થ વર્કરને ટ્રેસ કરવામાં આવ્યા છે.આ કામગીરીના સંદર્ભે 134 વ્યક્તિઓને કોરનટાઇન કરવામાં આવેલ છે.

    સમગ્ર ખેડા જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોરોના વાઇરસ ધીમે ધીમે ખેડા જિલ્લામાં ભરડો લઈ રહ્યો છે. કપડવંજ તાલુકાના સુણદા ગામે બે પોઝીટીવ કેસ આવેલા હતા. જ્યારે નડિયાદ શહેરના નવદુર્ગા સોસાયટીના એક દીકરીને પોઝિટિવ આવતા કુલ ત્રણ પોઝિટિવ થયા હતા. જિલ્લામાં ૪ નવા પોઝીટીવ સાથે કુલ ૧૩ વ્યક્તિઓ ખેડા જિલ્લામાં પોઝિટિવ તરીકે કોરોનટાઈલ કરેલ છે. જ્યારે બે દિવસ અગાઉ કઠલાલ તાલુકાના ડોડીયાકુઇ વિસ્તાર કિરણભાઈ સોલંકી જેને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા જે તે વિસ્તારમાં ઘેર ઘેર ફરીને તેમજ ફરજ પરના પોલીસ અધિકારીઓને સ્ક્રીનિંગ કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply