રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ઉત્તર પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ ફંટાતા તેની સીધી અસર ગુજરાત પર થઇ છે. જેમાં છેલ્લા ચોવિસ કલાકમાં બનાસકાંઠા વાવમાં 207 એમએમ વરસાદ નોંધાયો છે. તો થરાદમાં 142 મિલીમીટર, સુરતના ઉમરપાડામાં 100મીમી, ડાંગના સુબીરમાં 66 મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં 59 મીમી વલસાડના કપરાડામાં 54 મીમી અને ભરૂચાના નેત્રંગમ51 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આજે ધીમીધારે વરસાદ શરૂ થશે. આ દરમિયાન સરદાર સરોવર બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરવાસથી પાણીની આવક ઘટતા બંધની જળસપાટી 24 કલાકમાં નવ સેન્ટીમીટરને 121.75 મીટર થઈ છે. તો, સેલવાસમાં મધુબન ડેમની સપાટી 72.40 મીટર નોંધાઈ હતી. તાપી જિલ્લામાં વીયર બંધ છલકાયો છે. જેના પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા NDRF ની ટીમ વિવિધ સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દેશના 15 જેટલા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
