રાજ્યમાં નવા 577 કોરોનાના કેસ, તો અમદાવાદમાં 238 નવા કેસ નોંધાયા
Live TV
-
આજ રોજ રાજ્યમાં ૫૭૭ નવા દર્દીઓ નોંધાયા છે, તો આજ રોજ ૪૧૦ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૪૫,૨૭૮ ટેસ્ટ કરવામા આવ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 12ના મોત થયા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૨૯,૭૬૮ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૨૬,૧૧૬ વ્યક્તિઓ હૉમ ક્વૉરેન્ટાઈન છે અને ૩,૬૫૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વૉરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 238 કેસ કોરોનાના નોંધાયા છે, તો 216 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 19,839 પર પહોંચ્યો તો કુલ મૃત્યુઆંક 1,391 પર પહોંચ્યો છે.
