રાજ્યમાં નવા 919 કેસ નોંધાયા, તો સુરતમાં 265 નવા કેસ સાથે સ્થિતિ ચિંતાજનક
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 919 નવા દર્દીઓ કોરોનાના નોંધાયા છે, તો સામે 828 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,99,170 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,56,142 વ્યક્તિઓને કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,302 છે, જેમાંથી 73 વેન્ટિલેટર પર છે અને 11,229 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 32,174 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો રાજ્યમાં કુલ 2091ના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10ના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 5 અને સુરતમાં 5 દર્દીઓ સામેલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 181 કોરોનાના કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં નવા 265 કેસ નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં નવા 74 કેસ નોંધાયા છે.
