Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પૂર્ણ રસીકરણનો લક્ષ્યાંક 100 ટકા કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : નિતીન પટેલ

Live TV

X
  • ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 હેઠળ યોજાનાર ત્રિદીવસીય જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર બાળકો અને સગર્ભા માતાઓની તબિયતની જાળવણી માટે કટીબંધ છે.

    આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યુ કે ગુજરાતમાં સઘન મિશન ઇન્દ્રધનુષના અત્યાર સુધીમાં ત્રણ તબક્કા પૂર્ણ કરાયા છે. જેમાં 15 હજાર 643 રસીકરણના સેશન દ્વારા 73 હજાર 755 બાળકો અને 13 હજાર 765 સગર્ભા માતાઓને રસીકરણનો લાભ આપવામા આવ્યો છે.

    માહિતી પ્રસારણ મંત્રાલયના એડીશનલ ડીજી અને ગુજરાત વિભાગના વડા ડો. ધીરજ કાકડીયાએ જણાવ્યુ હતું કે રસીકરણની આ ઝુંબેશ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, અને તેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ભવાઇ , ડાયરો અને લોકસંગીત દ્વારા જનસંપર્કનો કાર્યક્રમ ચલાવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply