રાજ્યમાં બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા કરાશે ઓનલાઇન
Live TV
-
રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભ પાંચમથી આ ઓનલાઇન એનએ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બિન ખેતી પરવાનગી- એન.એ. પ્રક્રિયા આગામી લાભ પાંચમ તા. 12 નવેમ્બર 2018થી ઓનલાઇન કરવાનો ક્રાંતિકારી અને પારદર્શી નિર્ણય કર્યો છે.રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભ પાંચમથી આ ઓનલાઇન એનએ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિન 15 ઓગષ્ટે બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાની જાહેરાત કરી હતી.
