રાજ્યમાં મેઘમહેર, મોટા ભાગના ડેમ ઓવરફ્લો
Live TV
-
નર્મદા ડેમમાં પાણીની સતત આવક, ઉંડ ડેમ 1 ઓવરફ્લો
જામનગરમાં મેઘરાજા ની મહેર થતાં જિલ્લા ના મહત્વ ના જળાશયો પૈકી નો ઉંડ ડેમ 1 ઓવરફ્લો થતાં તંત્રને ડેમ ના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ઉંડ ડેમ 1 સિંચાઇ અને પીવાના પાણી માટે મહત્વ નો ડેમ હોઇ આ ડેમ ઓવરફલો થતાં સર્વત્ર ખુશી ની લહેર જોવા મળી રહી છે. ઉંડ ડેમ 1 ઓવરફલો થતાં ડેમ પર પાણી પુરવઠા બોર્ડ તેમજ મહાનગર પાલિકા અને સિંચાઇ વિભાગ ના અધિકારીઓ સાવચેતી ના ભાગ રૂપે પહોંચ્યા હતા અને ડેમમાં પાણીની આવક નું નિરીક્ષણ કર્યું હતું. ડેમ ની આજુબાજુ ના 21 ગામો ને ડેમ ઓવરફલો થતાં આગામી એક વર્ષ સુધી ખેતી માટે તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ ગયું છે જેના કારણે ખેડૂતો અને જામનગર ના શહેરીજનો આનંદ અનુભવી રહ્યા છે.
મોરબી જીલ્લામાં પુનઃ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી. મોરબી જીલ્લાના ડેમો ઓગસ્ટ માસમાં જ ભરાઈ ગયા હતા અને ગત રાત્રિથી શરુ થયેલા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. રવિવારે રાત્રિથી સોમવારે બપોર સુધીમાં મોરબી પંથકમાં વાંકાનેર , ટંકારા અને માળિયામાં વરસાદ નોંધાયો હતો. જો કે હળવદ પંથકમાં વરસાદ થયો ન હતો. આ અંગે ડેમ અધિકારીએ જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ 2 ડેમના, ચાર દરવાજા બે ફૂટે, જયારે મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1.5 ફૂટે ખોલવામાં આવ્યા છે.
નર્મદા ડેમ માં ,સતત પાણી ની આવક થઇ રહી છે. ડેમની જળ સપાટી, 135.04 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ માં ઉપરવાસમાંથી , એક લાખ વીસ હજાર 968 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નદી માં પાણી 5998 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. પાણી ની આવક થતા રિવર બેડ પાવર હાઉસના તમામ ચાલુ છે, જેના દ્વારા 1200 મેગા વોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે
