Skip to main content
Settings Settings for Dark

PMના હસ્તે દિલ્લીમાં "ગરવી ગુજરાત ભવન"નું ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નવા ગુજરાત ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવનનું નામ "ગરવી ગુજરાત ભવન" રાખવામાં આવ્યું છે. દિલ્હી ખાતે અકબર રોડ પર 7,066 વર્ગ મીટર વિસ્તારમાં આ ભવનનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર 2017માં આ ભવનનો શિલાન્યાસ થયો હતો. આ ભવનમાં 19 સ્વીટ રૂમ, 59 અન્ય રૂમ, સંમેલન કક્ષ, પુસ્તકાલય, યોગ કેન્દ્ર, રેસ્ટોરન્ટ, જીમ અને મલ્ટીપર્પઝ હોલ પણ આવેલા છે. ભવનના નિર્માણ પાછળ રૂપિયા 128 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    નવા ગુજરાત ભવનનું ઉદઘાટન બદલ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રધાનમંત્રીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગ પ્રધાનમંત્રીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતનો દિવો બીજાને રોશન કરી રહ્યો છે. આ ભવન આપણી સંસ્કૃતિ પરંપરાને આગળ વધારવા માટે અગત્યનું રહેશે. આ ભવન ગુજરાતના આર્ટ એન્ડ ક્રાફ્ટ, હસ્ત શિલ્પ અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મહત્વું સાબિત થશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરાયું હતુ. આ કાર્યકર્મમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રધાનમંત્રી અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે દેશની રાજધાનીમાં કોઈ રાજ્યનું સૌથી પહેલુ ભવન આ ગરવી ગુજરાત બન્યુ છે. મુખ્યમંત્રીએ આ ભવનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિર્ણય શક્તિ અને પ્રોજેક્ટ એક્ઝીક્યુશનનું ઉદાહરણ ગણાવ્યું હતુ. તેમણે આ ભવન ગુજરાતની કળા, સંસ્કૃતિ અને ઈતિહાસની ઝાંખી દર્શાવશે તેવું જણાવ્યું હતુ. તેમણે ગુજરાતનું સપનુ સાકાર થવા ઉપરાંત ગુજરાતમાં નર્મદા ડેમ, મરીન યુનિ., વડોદરા રેલ્વે યુનિ, નર્મદા ટ્રાયબલ મ્યુઝીયમ, રાજકોટ એઈમ્સ અને અમદાવાદ મેટ્રો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply