Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ, રાજકોટમાં કરા સાથે વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગે ગુજરાત રાજયમાં ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. પૂર્વ તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાતનાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે અનુરૂપ આજે વહેલી સવારથી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે. 

    રાજ્યમાં ભરે શિયાળે ચોમાસાની ઋતુ જેવો અનુભવ થઇ રહ્યો છે, ઠેર ઠેર માવઠુ થયુ છે, રવિવારે વહેલી સવારથી જ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લોકો ચિંતિત પણ બન્યા છે. આજે વહેલી સવારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર  બરફની ચાદર રસ્તાં પર છવાઇ ગઇ હતી. બરફના થર રોડ પર જામતા લોકોએ સિમલા મનાલીનો આનંદ રાજકોટમાં માણ્યો

    સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો આજે વહેલી સવારથી રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો કેટલીક જગ્યાએ વરસાદ સાથે કરા પણ પડ્યા છે.

    અંકલેશ્વર પંથક માં વાતાવરણમાં ગાજવીજ અને સાથે  ધીમીધારે વરસાદનું આગમન થયું. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના લીધે લોકો એ સ્વેટર ના બદલે રેઇનકોટ પહેરવાની ફરજ પડી. વરસાદને પગલે કેટલાક વિસ્તારો માં વીજ પુરવઠો ખોરવાયો હતો. કચ્છમાં વહેલી પરોઢે અનેક વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદી વાતાવરણ થી ખેડૂત ચિંતિત થયા છે. 

    માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે.રાજ્યમાં મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. શહેરમાં આજે વહેલી સવારે ભારે પવન શરૂ થયો હતો, હાથમાં કાળા ડિબાગ વાદળો પણ છવાયા હતા, ત્યારબાદ વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ડાંગના ખેડૂતોને ખેતીમાં તકેદારી રાખવા જણાવાયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply