અમૃત સરોવર માટે 33 નદીઓનું પાણી એકઠુ કરવાની યાત્રાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યું પ્રસ્થાન
Live TV
-
પાણી સમિતિના સભ્યોને કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાએ પ્રસ્થાન કરાવ્યું
પાલિતાણા તાલુકાનાં હણોલ ગામના અમૃત સરોવરમાં ભારતની સાંસ્કૃતિક મહત્વ ધરાવતી અલગ અલગ 33 નદીઓના પાણી આગામી જાન્યુઆરી માસમાં પધરાવવામાં આવશે. આ તકે પાલિતાણા તાલુકાનાં હણોલ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા એ પાણી સમિતિના સભ્યોને પ્રસ્થાન કરાવ્યું હતું.
આગામી જાન્યુઆરી માસમાં હવન કરીને 33 નદીઓના પાણી એકત્ર કરીને અમૃત સરોવરમાં પધરાવવામાં આવશે. આજરોજ એક નદીનું પાણી હણોલ ખાતે આવતા શિવજીમંદિર થી રામમંદિર સુધી ઢોલના તાલ સાથે ગામવાસીઓએ જઈને સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હણોલ ગામના અમૃત સરોવરનું જોડાણ હણોલ ડેમ સાથે હોઈ આગામી સમયમાં ભાવનગર અને આસપાસના રહેવાસીઓ સાંસ્કૃતિક વિધિ સહિતના કાર્યો આ અમૃત સરોવર ખાતે કરી શકાશે.
