રાજ્યમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની કરાઇ ઉજવણી
Live TV
-
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળાના બાળકો ને કૃમિનાશક દવા ખવડાવવામાં આવી હતી. પાટણ જિલ્લાના નાંદોત્રી ખાતેથી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળામાં યોજાયેલ કાર્યક્મમાં બાળકોને દવા ખવડાવવી હતી. જે અંતર્ગત જિલ્લાના 517 ગામોના 4 લાખ બાર હજાર થી વધુ બાળકોને દવા ખવડાવવામાં આવી હતી. આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી શાળાઓ, પોરબંદર જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા ખાતે સર્વોદય હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી હેઠળ બાળ વિદ્યાર્થીઓને કૃમિનાશક દવા પીવડાવવાનું આયોજન આરોગ્ય વિભાગ ધ્વારા થયું હતું.
