Skip to main content
Settings Settings for Dark

કોરાનાના કહેર વચ્ચે વલસાડના અનેક યુવાનો ઇરાનમાં ફસાયા

Live TV

X
  • વલસાડ જિલ્લાના વન આદિજાતિ મંત્રીએ સરકાર પાસે માગી મદદ

    કોરોના વાયરસને કારણે ગુજરાતીઓ ઇરાનમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યાં છે. વલસાડના કુલ 340 યુવાનો ઇરાનમાં ફસાયા છે. વલસાડ જિલ્લાના વન આદિજાતિ મંત્રી રમન પટકારે યુવાનોને સુરક્ષિત વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે. ઇરાન અને ભારતની ફલાઇટસ રદ્દ થતાં ભારતીય યુવાનો ઇરાનમાં ફસાઇ ગયા છે. આ સ્થિતિના કારણે 340 યુવાનના પરિવજનો ચિંતિત છે. આ યુવાનોએ એક વીડિયો દ્રારા ભારતીય દૂતાવાસ માટે મદદ માંગી છે. 340 યુવાનોમાં તમિલનાડુના કેટલાક યુવાનો પણ સામેલ છે. 

    સાઉદી અરબમાં જોવા મળ્યો કોરોનાનો કહેર

    કોરોના વાયરસનો પ્રભાવ સાઉદી અરબમાં પણ જોવા મળ્યો છે. કોરાના વાયરસના સંક્રમણના પ્રકોપને જોતા સાઉદી અરબની પવિત્ર ઉમરાહ યાત્રાને સ્થગિત કરાઇ છે. નોંધનિય છે કે. સાઉદી અરબની ઉમરાહ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રિકો એરપોર્ટ પહોંચ્યાં હતા પરંતુ કોરોના વાયરસના પ્રકોપને જોતા યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવાતા તમામ યાત્રીઓ એરપોર્ટથી પરત વતન ફર્યો હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply