સૌરાષ્ટ્ર - કચ્છના 4 સ્થળોએ ડિ-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે
Live TV
-
આ પ્લાંટ્સ દ્વારા રોજનું 27 કરોડ લીટર ખરું પાણી બનાવાશે પીવાલાયક - મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પેશ્યલ પરપઝ વ્હીકલ સાથે થયા કરાર - દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગિર સોમનાથના દરિયા કિનારાના 4 ગામમાં સ્થપાશે પ્લાન્ટ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૪ સી-વોટર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે, રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ એટલે કે SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં, ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ કંપની, તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાયવેટ લિમિટેડના જોઇટ વેન્ચર SPV વચ્ચે, આ કરાર સંપન્ન થયા છે. દેવભૂમિ દ્વારકા - ભાવનગર - કચ્છ - ગીર સોમનાથના દરિયા કિનારાના ૪ ગામોમાં પ્લાન્ટ સ્થપાશે. આ ચારેય પ્લાન્ટની સ્થાપનાના પ્રોજેક્ટ માટે જરૂરી પર્યાવરણીય તથા અન્ય પરવાનગીઓ, એસ.પી.વી. એ મેળવવાની રહેશે, અને રાજ્ય સરકાર તે હેતુસર સહયોગ કરશે. આવી પરવાનગી મળ્યા બાદ પ્લાન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી, તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે, અને રોજનું ર૭ કરોડ લીટર દરિયાનું ખારૂં પાણી પીવાલાયક મીઠું પાણી બનશે
