Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વીજદરમાં નહીં થાય વધારો

Live TV

X
  • વીજ ગ્રાહકોના હીતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીનો વધુ એક નિર્ણય

    વીજ ગ્રાહકોના હીતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ એક વધુ નિર્ણય લીધો છે .ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકો પર વીજ ભારણનો વધારાનો બોજો ના પડે તે હેતુસર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વીજ વિતરણમાં આધુનિકરણ અપનાવીને વીજ ખરીદી અને વીજ વિતરણ લોસ ઘટાડીને ભારણ સરભર કરવા પ્રયાસ થશે. ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે કે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply