Skip to main content
Settings Settings for Dark

સરકારે ખેડૂતોને ધ્યાને લઇને પાણીના દરોની વસૂલાત માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજના કરી જાહેર

Live TV

X
  • 6 હપ્તામાં દંડની રકમ ભરી વ્યાજમાંથી મેળવી શકશે માફી

    રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ,જે બિનખેતી વિષયક હેતુ માટે ,પાણી વાપરે છે ,તે માટે ,રાજ્ય સરકારે ,વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. આ સંસ્થાઓ ,બાકી નીકળતા કુલ નાણા પૈકી ,વપરાશી દરોની કુલ રકમ ,એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે ,તો તેવી સંસ્થાઓની દંડકીય રકમ ,અને સ્થાયી દર, વપરાશી દર તથા દંડકીય રકમ ઉપરના વ્યાજમાં ,સંપૂર્ણ માફી અપાશે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવમાં ,આમ જણાવાયું છે. ઠરાવમાં જણાવાયાનુસાર ,રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત / ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ પાસેથી ,પ્રથમ તબક્કામાં પીવાનું પાણી મેળવતી હોય ,એ માટે ,આ યોજના જાહેર કરાઇ છે. જે સંસ્થાઓને ,પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે, તેવી સંસ્થાઓના બાકી રહેલ નાણાની ઝડપી વસુલાત થાય, અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી શકાય ,એ માટે ,આ યોજના જાહેર કરાઇ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply