Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં શીતલહેર યથાવત

Live TV

X
  • રવિવારે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે, રાજકોટમાં 9.9 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી તાપમાન

    ઠંડીથી હાલ રાજ્યના લોકોને કોઈ રાહત નહીં મળે. કારણકે રાજ્યમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. 4.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું તો અમદાવાદમાં 10.1 ડિગ્રી એટલે કે આ સિઝનનું સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન નોંધાયું. જ્યારે નલિયાનો દિવસ પણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. દેશના પશ્ચિમી હિમાલય તેમજ નજીકના પહાડી રાજ્યોમાં ચાલી રહેલ બરફ વર્ષાના પગલે ઉત્તર-પૂર્વના સીધા પવનોને કારણે રાજ્યમાં લોકો ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. ઉતરાયણના દિવસે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકની રહેશે, જે પતંગ ઉડાડવા માટે આદર્શ ગતિ છે. ગુજરાતના ડાંગ અને આહવા તથા સાપુતારામાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે.

     

    છેલ્લા કેટલાક દિવસથી હિમાચલમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યનાં 6 શહેરોમાં 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું હતું. વડોદરાના જંબુઆ બ્રિજ પાસે 1 યુવકનું મોત થતા રાજ્યમાં ઠંડીથી પ્રથમ મોતનો અહેવાલ છે. નલિયામાં સૌથી ઓછું 4.2, ડીસામાં 6.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ સહિત શહેરોમાં ઠંડા પવનોની અસર વર્તાતી હતી. જેના પગલે રાજ્યના 6 શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો કે શનિવારે તાપમાનમાં નજીવો વધારો થવા છતાં 12થી 15 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વના ઠંડા પવન ફૂંકાવાના કારણે દિવસભર લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

     

    રવિવારે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે
    વધુમાં હાલ અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાન થઈ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે શનિવારથી તાપમાનમાં વધારો નોંધાશે અને રવિવારે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વધુમાં આ સિસ્ટમના પગલે રવિવારથી જ પવનની દિશા બદલાવાની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાશે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.

     

    રાજકોટમાં 9.9 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી તાપમાન
    શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી. આ ઉપરાંત 6.1 ડિગ્રી સાથે ડીસા, 8.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ વિસ્તાર, 8.6 ડિગ્રી સાથે ભુજ, 9.4 ડિગ્રી સાથે કેશોદ, 9.9 ડિગ્રી સાથે રાજકોટ, 10.2 ડિગ્રી સાથે વડોદરા તેમજ 10.4 ડિગ્રી સાથે અમરેલી ખાતે પણ વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાવાની સાથે ઝડપી ઠંડા પવનની અસર હેઠળ શહેરીજનો દિવસભર હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply