Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ, હજુ 4 દિવસ વરસાદની આગાહી

Live TV

X
  • ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં સારા વરસાદથી ખેડૂતો થયા ખુશખુશાલ. સાર્વત્રિક વરસાદથી આગામી જૂન સુધી રાજ્યને મળશે જળ સંકટથી મુક્તિ

    રાજ્યભરમાં મેઘરાજાની મહેર થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 80 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ અને પારડી તેમજ વલસાડ શહેરમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

    અરવલ્લી માં પણ સારો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર અને જિલ્લાના શિહોર તાલુકામાં ભારે વરસાદ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. એ જ રીતે તાપીમાં છેલ્લા 24 કલાકમાં ડોલવનમાં 11.54 ઇંચ વરસાદ થયો હતો. જો કે હવે તાપી જિલ્લામાં વરસાદે વિરામ લેતાં પાણી ઓસરી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદમાં આમોદમાં 15 મીમી વરસાદ થયો હતો. સાબરકાંઠાના તલોદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

    જેમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો હતો. એ જ રીતે સાબરકાંઠાના ઇડર, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરમાં સારો વરસાદ થતાં મનોહર દ્શ્યો જોવા મળ્યાં હતા. બનાસકાંઠાના 14 તાલુકોઓમાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. 24 કલાકમાં અમીરગઢમાં સવા ત્રણ ઇંચ વરસાદ જ્યારે ડીસા, થરાદ, દાંતીવાડા, ભાભર અને વડગામમાં દોઢ દોઢ ઇંચ વરસાદ થયો છે. મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇચ જ્યારે ડાંગના વઘઇમાં 5.8 ઇંચ વરસાદ થયો છે. અંકલેશ્વરમાં થયેલા સાડા ચાર ઇંચ વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

    અંકલેશ્વર- સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઇ રહી છે. તો સુરતમાં આવેલા ખાડીપુરના કારણે પાણી ભરાતા સર્જાયેલી સ્થિતિ હવા સામાન્ય બની રહી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરે ત્યાની મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી 24 ફૂટથી વધુ થતાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. હાલાકીનો સામનો કરી રહેલા બે હજારથી વધું લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. જો કે હવે વરસાદે વિરામ લેતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે.

    વિસાવદરના લીમધ્રા ગામના એક વ્યક્તિ બંદુકે નદીના વહેણમાં તણાઇ ગયાની ઘટના બની હતી. 13 કલાકની શોધખોળ બાદ ફાયર વિભાગે તેમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply