વરસાદે અમદાવાદને ઘમઘોળ્યું, કેટલાક વિસ્તારોમાં મકાનોમાં ઘૂસ્યા પાણી
Live TV
-
છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે અમદાવાદને ઘમઘોળ્યું - સારા વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ગઇકાલથી વરસી રહેલા વરસાદથી નગરજનોને સારી એવી રાહત થઇ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
શહેરના હાટકેશ્વર., અમરાઈવાડી., મણીનગર., ગોરનો કુવો., સીટીએમ, ખોખરા તેમજ ચુનારા વાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન આંશિક રીતે ખોરવાઈ ગયું હતું. તો કેટલાંક લોકોનાં ઘરમાં પણ વરસાદી પાણી ઘુસી જતાં લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોનાં ઘરમાં પાણી ઘુસી જતાં તેમની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું જેના કારણે લોકો ચિંતિત બન્યા હતાં.
અમદાવાદમાં ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો ઇસ્ટ ઝોનમાં 3 ઇંચ , વેસ્ટ ઝોનમાં 2.5 ઇંચ , નોર્થવેસ્ટ ઝોનમાં અડધો ઇંચ , નોર્થ ઝોનમાં 3.5 ઇંચ અને સાઉથ ઝોનમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સમગ્ર શહેરમાં સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ થયો છે. તો અમદાવાદમાં અત્યારસુધીના વરસાદની વાત કરીએ તો 26 ઇંચ જેટલો વરસાદ થયો છે. તો આગામી 3 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
