રાજ્યમાં હજુ આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
જળબંબાકાર બનેલા વડોદરાના આજવા ડેમની સપાટી 212 ફૂટથી ઓવરફ્લો
ગુજરાતભરમાં હાલમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 ઓગષ્ટ સુધી હજુ રાજ્યમાં મેઘમહેર રહેશે..અને ઉત્તર ગુજરાત , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે..વડોદરામાં ગઈકાલે 20 ઈંચ વરસાદને કારણે વિવિધ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે..જેના કારણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયુ છે..જિલ્લા વહીવટી તંત્ર સતત ખડપગે રહીને બચાવ કામગીરી કરી રહ્યું છે...શહેરમાં 962 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે...તો વડોદરાના ઉડેરા ગામમાં તળાવની આજુબાજુના 200 લોકોનું સ્થળાંતર કરાયું છે...તમામ લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે....આ સિવાય પણ અનેક ગામો અને વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે...હાલ NDRFની ટીમ પણ રાહત અને બચાવકાર્ય પુરજોશમાં કરી રહી છે...તો શહેરની વિશ્વમિત્રી નદી ભયજનક સપાટીથી વહી રહી છે...સ્થિતિની ગંભીરતાને જોતા શહેરની આજે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે....વડોદરામાં વરસેલા આ સાંબેલાધાર વરસાદે છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે....
વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો સુરતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે...જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે...શહેરના પર્વત પાટિયા સ્થિત સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પાણી ભરાઈ જતા સ્કૂલ બંધ રાખવામાં આવી હતી...લિંબાયત રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી...તો રોડ વચ્ચે ભૂવો પડતા રસ્તા વાહનો ફસાયા હતા...
હવે વાત કરીએ સૌરાષ્ટ્રના જામનગરની તો...જામનગરમાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ વરસ્યો છે...જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે...જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી શહેરીજનોને સારા વરસાદના અભિનંદન પાઠવ્યા હતા...અને જામનગર જિલ્લાને સત્તાવર રીતે હવે અછતમુક્ત જાહેર કર્યો હતો...નહીંવત વરસાદને કારણે પહેલા જિલ્લાના ધ્રોલ અને જોડિયાને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા...પરંતુ હવે સારા વરસાદને કારણે આ બન્ને તાલુકા અછતગ્રસ્તમાંથી બહાર નીકળી ગયા છે..સુરેન્દ્રનગર જીલ્લાના ચૂડા તાલુકામાં બે દીવસ પહેલા પડેલા વરસાદ ને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે એક જ રાત્રમા પડેલ 85મીમી કારણે અનેક વોકળા અને નાળા મા પાણી આવ્યા હતા ત્યારે બે દિવસ થવા છતા હજુ પણ નાળા અને વોકળા માથી પાણી વહી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર ના કંથારીયા અને સોનઠા વચ્ચે 5થી6 નાળા આવે છે તેની હજુ પણ પાણી વહી રહયા છે ત્યારે લોકોને અવરજવર મા ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ગોલશાણા ગામમાં ઉપરવાસમાં વરસાદ ને કારણે જે પાળા આવેલ છે તે તુટતા ઠેકઠેકાણે પાણી ભરાયા છે તેમજ કંથારીયા થી સોનઠા તરફ રોડ પર પણ ઠેકઠેકાણે પાણી ભરાયા છે તેમજ ખાડીયા અને કંથારીયા વચ્ચે 5 વીજ પોલ પણ ધરાશયી થયા છે .
ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા છે...ધીમીધારે પણ સતત વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે...ઉત્તર ગુજરાતના પાટણમાં વરસાદને કારણે ઉકળાટ અને બફારાથી શહેરીજનોને રાહત મળી હતી...તો જિલ્લાના રાધનપુરમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી...
