રાજ્યમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારો પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પર જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.... આગામી સપ્તાહે એટલે કે 14 ઓગસ્ટથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ટની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારથી વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં વલસાડમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને 12થી 14 ઑગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહે એટલે કે, 14 ઓગસ્ટથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજ્યમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો... જેમાં સૌથી વધુ વલસાડમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો...
