રાજ્યમાં 30 ટકા તીડનો નાશ કરાયાનો દાવો
Live TV
-
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે કહ્યું, દવાનો છંટકાવ કરતાં તીડ રાજસ્થાન તરફ આગળ વધ્યા
રાજ્યના બનાસકાંઠામાં તીડે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેને લઈ રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર દ્વારા સંયુક્ત રીતે તીડ નીયંત્રણ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું હતું. કે, તીડ નિયંત્રણના 25 થી 30 ટકા તીડનો નાશ કરવામાં આવ્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર માઉન્ટેડ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતા તીડ રાજસ્થાન તરફ આગળ વધ્યા હતા. આ તીડ હવાની દિશા તરફ હવે રાજસ્થાન થઇને યમન સોમાલિયા અને બલુચિસ્તાન જશે. ગુજરાત સરકાર દ્વારા 26 નવેમ્બરે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 6 લાખ લોકોને 467 કરોડની સહાય અત્યાર સુધીમાં ચૂકવી દેવામાં આવી છે
