રાજ્યમાં 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, 21 ઑક્ટો. એ મતદાન તો 24મીએ પરિણામ
Live TV
-
કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી અંગે જાહેરાત કરી હતી. ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે.
આ જાહેરાત પ્રમાણે 21મી ઑક્ટોબરના રોજ આ 4 જગ્યાઓ માટે મતદાન થશે અને 24 ઑક્ટોબરના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યની ખેરાલુ, થરાદ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક માટે 21 ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાશે.
બીજી તરફ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ આગામી 21 ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી.
