રાજ્ય કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વ છોટા ઉદેપુર ખાતે ઉજવાશે
Live TV
-
તમામ સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી
આ વર્ષે 15મી ઓગસ્ટે 73માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી સૌ પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લામાં કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે છોટા ઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આજે બોડેલી ખાતે યુવા સંમેલનમાં હાજરી આપશે.. ત્યારબાદ બપોરે છોટાઉદેપુર ડોન બોસ્કો ખાતે મહિલા સંમેલનમાં હાજર રહેશે, તો બીજી તરફ રાજ્યપાલ છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીના મેદાનમાં એટ હોમ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કેટલાક લોકો સાથે મુલાકાત કરશે. છોટાઉદેપુર નગરના કોલેજ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં વિકાસ માટે કેટલીક યોજનાઓ અને રાહતો પણ જાહેર કરાશે. પર્વને ઉજવણી માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
