Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મેઘરાજાનો વિરામ: ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • નોર્થ વેસ્ટ બંગાળ અને ઓડિશામાં લો પ્રેશર સર્જાયું

    રાજ્યમાં હાલ પૂરતો મેઘરાજા એ વિરામ લીધો છે. જો કે આગામી 14 અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નોર્થ વેસ્ટ બંગાળ અને ઓડિશામાં સર્જાયેલા લો પ્રેશર ના કારણે આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 15 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો 14 તારીખે દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

    -સુરેન્દ્રનગરમાં મોટા ભાગના ડેમ છલકાયા
    સમગ્ર રાજ્યમાં મેઘમહેર થતાં બંધ તળાવ, સરોવર છલકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ થતાં ,ધોળી ધજા ડેમ, ફૂલકુ ડેમ, ભોગાવો નાયકા ડેમ, થોરી થાળી ડેમ તેમજ તળાવોમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે. જિલ્લાના ચૂડા ક્ષેત્ર માં તો 30 ઈંચ વરસાદ થયો છે. ચોમાસું હજી બાકી છે અને સુરેન્દ્રનગર પંથકના બંધ અને તળાવમાં હજુ પણ પાણીની આવક થવાની સંભાવના છે. બંધ ભરાઈ જાય તો પાણી છોડવાની નોબત પણ આવી શકે છે. તંત્ર દ્વારા લોકોને સજાગ રહેવા અપીલ કરવામાં આવી રહી છે

    -મહીસાગર: કડાણા બંધમાં 17,400 ક્યુસેક પાણીની આવક થઈ
    કડાણા બંધના ઉપર વાસ ના વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં 17 હજાર 400 ક્યુસેક પાણીની આવક થઈ છે. બંધમાં પાણી 416.2 ફૂટ ની સપાટી એ પહોંચી જતા બંધમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવશે. કડાણા બંધમાંથી મહી નદીમાં 20 થી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વર્તમાન ચોમાસામાં કડાણા બંધમાંથી પહેલી જ વાર દરવાજા ખોલી ને પાણી છોડવામાં આવ્યું છે.

    -નર્મદામાં 6 વર્ષ બાદ કાકડી આંબા ડેમ પુન: છલકાયો
    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડી આંબા તથા ચોપડ વાવ ડેમ છલકાયા છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. કાકડી આંબા ડેમ તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૬ મીટરે પહોંચ્યો છે તેમજ 6 વર્ષ બાદ આ ડેમ પુનઃ છલકાયો છે. ચોપડ વાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે થતા બે વર્ષ બાદ  પુનઃ છલકાયો છે. આ ડેમનું પાણી છોડાતા આસ પાસના ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઈ નો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply