Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણી રશિયા પ્રવાસેથી પરત ફર્યા

Live TV

X
  • ગુજરાત અને રશિયા વચ્ચે MoU થયા

    મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રણ દિવસના રશિયા પ્રવાસેથી પાછા ફર્યા છે. કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સાથે રશિયા ગયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રશિયામાં ટીમ્બર અને ડાયમંડના વેપારીઓ માટે ઉજળી તક છે. ગુજરાત અને રશિયા વચ્ચે એમ.ઓ.યુ. થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બરમાં રશિયાના પ્રવાસે જવાના છે. તે પહેલા ભારતના પ્રતિનિધિમંડળની આ રશિયા મુલાકાત પાયાની ભૂમિકા નિભાવશે. મુખ્યમંત્રી રાજ્યમાં પાછા ફરતાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ, મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને અમદાવાદના કલેકટર ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply