સાબરમતી નદી પર બનેલા પુલનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
Live TV
-
ગલીયાણા ખાતે 48 કરોડના ખર્ચે બનાવાયો છે પુલ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા બગોદરા- તારાપુર- વાસદ છ માર્ગીય રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રૂપિયા 1700 કરોડના ખર્ચે આ છ માર્ગીય રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગ પર ગલીયાણા ખાતે સાબરમતી નદી પર રૂપિયા 48 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલનું નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતો છ માર્ગીય રસ્તો તૈયાર થતા ઈંધણ અને સમયનો બચાવ થશે. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ અને ધારાસભ્ય મહેશ રાવલ, દિલીપ પટેલ અને પૂનમભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
