Skip to main content
Settings Settings for Dark

રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યુકેના બ્રિટિશ હાઈ કમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે યુકેના બ્રિટિશ હાઈ કમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. રાજ્યમાં ડ્રગ્સ અને સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક રીતે કેવી રીતે કામ કરી શકાય તે અંગે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. 

    આ બેઠકમાં SOCNet ફ્રેમવર્ક અંગે બંને પક્ષો વચ્ચે વિસ્તૃત માહિતી અને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સની વર્તમાન પરિસ્થિતિ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની હેરફેરના બદલાતા ટ્રેન્ડ્સ અંગે ખાસ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ડિજિટલ યુગમાં સાયબર ગુનાખોરીની બદલાતી પેટર્ન અને તેનાથી ઊભા થતા પડકારો અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત ડ્રગ્સ નિયંત્રણ અને સાયબર ક્રાઇમ નિવારણ ક્ષેત્રે પરસ્પર માહિતી વિનિમય, ટેકનિકલ સહયોગ, પોલીસ ફોર્સનું ક્ષમતાવર્ધન અને ભવિષ્યમાં સંકલિત રીતે કામગીરી કરવા અંગે પણ બેઠકમાં સકારાત્મક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

    ગુજરાત પોલીસ અને બ્રિટિશ હાઈ કમિશન વચ્ચે યોજાયેલી આ બેઠક રાજ્યમાં ડ્રગ્સ તેમજ સાયબર ગુનાઓને નાથવાની દિશામાં અસરકારક સાબિત થશે. આ  બેઠકમાં બ્રિટિશ હાઈ કમિશન તરફથી ફર્સ્ટ સેક્રેટરી જેઝ સ્ટેનલી, ગુજરાત અને રાજસ્થાનના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગ તથા પ્રજ્ઞા શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત પોલીસ વિભાગ તરફથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ના એસ.પી. લોકેશ યાદવ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી.વિવેક ભેડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply