Skip to main content
Settings Settings for Dark

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્રતયા સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી. તમામ પોલીસ અધિકારીઓને દિશાનિર્દેશો આપવામાં આવ્યા...

    રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા તથા SRP ગ્રુપના સેનાપતિઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્રતયા સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ પોલીસ અધિકારીઓને સતત વિજિલન્ટ રહેવા, સરકારી મિલકતો તેમજ કચેરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા પર અફવાઓ કે AI ફેક વીડિયો વાયરલ ન થાય તે માટે સાયબર મોનિટરિંગ સઘન બનાવવા તાકીદ કરવામાં આવી હતી.

    આ બેઠકમાં બીજો મુખ્ય ભાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદ અને તેના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પર મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર, રાહત-બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ કાફલાને ખડેપગે રાખવા સૂચના અપાઈ હતી. 

    વરસાદી વાતાવરણ વચ્ચે નાગરિકોની સુરક્ષા, વાહનવ્યવહારની નિયમિતતા અને ઈમરજન્સી સેવાઓ અવરોધાય નહીં તે માટે SRP ની ટીમો અને સ્થાનિક પોલીસને એલર્ટ મોડ પર રાખવા જણાવવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
apply