Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારની જાહેરાત, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરવાનો ચાર્જ ઘટ્યો, 2500માં જ થશે ટેસ્ટ

Live TV

X
  • નક્કી કરેલા ચાર્જથી વધારે ચાર્જ જો કોઇ લેબોરેટરી દ્વારા લેવામાં આવી રહ્યો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

    કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે..રાજ્યની ખાનગી લેબોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાને લઇને મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છેકે, આજથી રાજ્યભરમાં ખાનગી લેબોમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ઘટાડીને 2500 કરવામાં આવ્યો છે. તેમજ જો આ ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ. 3 હજાર ચૂકવવાના રહેશે. રાજ્યમાં ખાનગી લેબ તરફથી કોરોના ટેસ્ટ માટે રૂપિયા ચાર હજાર ચાર્જ લેવામાં આવ્યો હતો. આ ચાર્જ ઘટાડીને હવે 2500 રૂપિયા કરવામાં આવ્યો છે.ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્ટિલ અને લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો આ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવો હોય તો એ માટે હવેથી રૂ. 2500 ચૂકવવાના રહેશે. નક્કી કરેલા ચાર્જથી વધારે ચાર્જ જો કોઇ લેબોરેટરી દ્વારા લેવામાં આવી રહ્યો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ ખાનગી લેબની માન્યતા રદ કરવામાં આવશે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના આશરે 500 જેટલા ખાનગી ટેસ્ટ કરવામાં આવે છે. બીજી તરફ સરકાર તરફથી પણ કોરોના ટેસ્ટ કરવાનું ચાલુ જ રાખવામાં આવશે. સરકાર જો કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ કરશે તો તેના માટે કોઈ જ ચાર્જ લેવામાં નહીં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply