જામનગર : કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
Live TV
-
જામનગરમાં રાત્રે 6 નવા કેસ નોંધાતા કોરોના કેસની સંખ્યા 166 પર પહોંચી
મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ હવે કોરોનાના કેસ નોંધાવા લાગ્યાં છે. જામનગરમાં રાત્રે નવા 6 કેસ નોંધાતા અહીયા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 166 પર પહોંચી છે તો 6 જણા મૃત્યુ પામ્યા છે. આ 6 કેસમાં જામનગર જિલ્લાના જોધપુર તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ રાજ્યસભાની ચૂંટણી સમયે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. રાજકોટમાં એરપોર્ટ રોડ, નિર્મલા રોડ,સાધુ વાસવાણી રોડ, રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારમાં વધુ 5 નવા કેસ નોંધાયા છે. ભાવનગરમાં આજે વધુ 2 કેસ નોંધાતા કુલ આંક 210એ પહોંચી ગયો છે. નવસારીની વાત કરીએ તો અહીંયા પણ આજે બે નવા કેસ નોંધાયા છે. અહીં 61 વર્ષીય પુરુષ અને 26 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં નવસારી જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 61 થઇ ગઇ છે. જેમાંથી 38 લોકો સાજા થયા છે અને 22 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ ગીર સોમનાથ જીલ્લામાં 2, અમરેલીમાં 4 અને છોટા ઉદેપુરમાં 2 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાધનપુરના સનાડ ગામમાં એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવતાં આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. મોરબીમાં હળવદ તાલુકાના ચરાવડા ગામના 54 વર્ષના ભાઈનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણનો કુલ આંક 15 પર પહોંચ્યો છે.
આણંદ જિલ્લામાં પણ ગઈકાલ સાંજ સુધીમાં જિલ્લામાં કુલ નવ કેસ પોઝિટીવ આવ્યા છે..જેમાં આણંદ શહેરમાં વધુ 4 કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા છે. જ્યારે સોજિત્રામાં 1, પીપળાવમાં 1 અને ખંભાતમાં 1 કેસ અને વલાસણમાં 1 કેસ આવ્યો હોવાની વિગતો મળી રહી છે.
