Skip to main content
Settings Settings for Dark

કોઈ પણ ભોગે ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ ન વળે તે અમારો સંકલ્પ - પ્રદિપસિંહ જાડેજા

Live TV

X
  • રાજ્યમાં નાર્કોટિક્સના કેસો શોધવા ડ્રાઇવ ચાલુ રહેશે

    કચ્છમાં થયેલા સંયુક્ત ઓપરેશનમાં ચરસના 850 જેટલા પેકેટનો માતબર જથ્થો પકડાયા બાદ તેનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું ખૂલ્યું છે બીજીતરફ રાજ્યના યુવાનો નશાખોરી તરફ ન વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નાર્કોટિક્સની ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદ છે ત્યારે અહીંથી ચરસ, ગાંજા, દારૂ કે અન્ય કોઇપણ પ્રકારના કેફી દ્રવ્યો ન પ્રવેશે તે માટે રાજ્યની મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ સંયુક્ત રીતે સઘન ચેકિંગ કરી રહી છે. ગુજરાત પોલીસની સતર્કતાને કારણે કચ્છમાંથી 850 પેકેટ ચરસનો જથ્થો પકડાયો છે.પ્રદિપસંહિ જાડેજાએ કહ્યું કે ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ થતાં તેનો ઉપયોગ અટકાવવા સૂચના આપવામાં આવી હતી સાથે આ પ્રકારનું સેનીટાઇઝર બનાવનાર કંપની સામે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply