Skip to main content
Settings Settings for Dark

સાણંદ ફેક્ટરી આગ મામલો, ગૃહમંત્રીની સૂચનાથી NDRFની ટીમ ઘટનાસ્થળે

Live TV

X
  • આગ ઓલવવાની કામગીરીમાં અમદાવાદ ફાયરબ્રિગેડના 36થી વધારે ફાયર વાહનો અને 300થી વધારે ફાયરબ્રિગેડના જવાનો જોડાયા.

    સાણંદની યુનીકેમ ફેક્ટરીમાં લાગેલી આગને પગલે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ હતી. પણ આગ વિશાળ હોવાથી સ્થિતિ વધારે ચિંતાજનક હતી, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુચનાથી એનડીઆરએફની ટીમને પણ બચાવ કામગીરી માટે મોકલી આપવામાં આવી હતી. આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર કે કે નિરાલાએ જણાવ્યુ હતુ કે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

    કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં ૩૫ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply