Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વની જાહેરાત કરી 

Live TV

X
  • રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. તારીખ 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. તો, અન્ય નિર્ણયમાં રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની 1 કિલો ખાંડ અને 1 લીટર સિંગતેલનું રાહત દરે વિતરણ કરશે. ઉપરાંત “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની સમય મર્યાદા ડિસેમ્બર -2022 સુધી લંબાવાઈ છે. જેનો 71 લાખ  N.F.S.A.રેશનકાર્ડ ધારકોને લાભ મળશે. સાથે મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply