5,567 કરોડ રૂપિયાના શાળાઓના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે
Live TV
-
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 50 હજાર વર્ગખંડો, દોઢ લાખ સ્માર્ટ વર્ગખંડો, 20 હજાર કમ્પ્યૂટર લેબ અને 5 હજાર અટલ ટિંકરીંગ લેબ બનાવવામાં આવશે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, 5,567 કરોડ રૂપિયાના શાળાઓના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. હાલ, 1 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે 7 હજાર શાળામાં 8 હજાર વર્ગખંડો અને 20 હજાર અન્ય સુવિધાના કામો ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં 2 હજાર 881 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 હજારથી વધુ શાળાઓમાં 13 હજાર 500 વર્ગખંડો અને અન્ય છાત્રાલય જેવા સંકુલોની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે.
