રાજ્ય સરકારે કોરોના સામેની લડતના યોદ્ધાઓ માટે મહત્વની જાહેરાત કરી
Live TV
-
ગુજરાત રાજ્ય કોરોનાના સક્રમણ સામે મોટી લડાઇ લડી રહ્યુ છે સફાઇ કર્મી, પોલીસ કર્મીઓ અને વહીવટી તંત્રનો સ્ટાફ ખડે પગે કામગીરીમાં જોડાયા
ગુજરાત રાજ્ય કોરોનાના સક્રમણ સામે મોટી લડાઇ લડી રહ્યુ છે ત્યારે સફાઇ કર્મી, પોલીસ કર્મીઓ અને વહીવટી તંત્રનો સ્ટાફ ખડે પગે કામગીરીમાં જોડાયા છે. ત્યારે રાજ્ય સરકારે કોરોના સામેની લડતના યોદ્ધાઓ માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે નગરપાલિકા, મહાનગર પાલિકા, પોલીસ કર્મી કે પછી અન્ય કોઇ વિભાગના કર્મીનું મૃત્યુ નીપજે તો સરકાર દ્વારા તેમના પરિવારને રૂ. ૨૫ લાખની આર્થિક સહાય કરવામાં આવશે. તો રાજ્યમાં દુધ, શાકભાજી અને ફળોની આવક નિયમિત રીતે થઇ રહી છે. જેમાં ગઇકાલે સવારે ૫૮ હજાર ૭૦૩ કિલો ફળ, સાત હજાર ક્વિન્ટલથી વધારે શાકભાજી અને અત્યાર સુધીમાં ૪૫ લાખથી વધારે ફુડ પેકેટસનું વિતરણ કરવામાં આવ્યુ છે. તો રાજ્યમાં તેલની અછત ન થાય તે માટે તેલની મિલો ચાલુ રાખવાની સુચના આપવામાં આવી છે અને ખેડૂતો તેલિબીયાનો જથ્થો ઓઇલમીલ સુધી પહોંચતો કરવા માટે વિશેષ પરવાનગી આપી છે.
