Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરાશે

Live TV

X
  • ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. 

    ઉલ્લેખનીય છે કે, આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં ₹966 કરોડનો વધારો થયો છે.

    પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. 

    સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે. 

    ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?

    આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. આમાં, વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.

    કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહીતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય. 

    ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ મૉડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે

    બનાસકાંઠા અને પંચમહાલમાં આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે અને એ સુનિશ્ચિત કરી શકશે કે ગુજરાતની સહકારી સંસ્થાઓની મૂડી સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો અને અન્ય સહકારી સંસ્થાઓને નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ઉપયોગી બને.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply