Skip to main content
Settings Settings for Dark

હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી 3 વર્ષીય બાળકનું મોત

Live TV

X
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે વધુ ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ બાળકોના મોત થયા છે.

    રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4 , અરવલ્લી જિલ્લામાં 3 , મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન 2દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ 12 થી 15 દિવસમાં આવે છે.

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો છે. ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થયાં છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરાયો હતો.

    અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો 3 વર્ષીય બાળકનું 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું. જેની હાલત ગંભીર હતી જેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જે બાળકનું બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી જ્યારે પુના ખાતે સાત સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

    આ એક એવો ખતરનાક વાઇરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાઇરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાઇરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply