રાષ્ટ્રપતિએ માણસા ખાતે નવાચાર-ઉદ્યમિતા ઉત્સવનું કર્યુ ઉદ્ધાટન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા. રાષ્ટ્રપતિ માણસા પાસે આવેલી ગ્રામભારતી સંસ્થામાં યોજાયેલ 10મા દ્વિવાર્ષિક રાષ્ટ્રિય ઇનોવેશન અને ઉદ્યમીતા ઉત્સવનું ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉત્સવમાં દેશના વિવિધ રાજ્યોના લોકો ભાગ લઇ રહ્યા છે. રાષ્ટ્રપતિએ સંસ્થા દ્વારા તૈયાર કરેલા પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઉદ્યમિઓને ઇનોવેશન એવોર્ડથી સન્માનીત કરાયા હતા. સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમમાં ખેડૂતો અને ઇનોવેશન કરનારને પ્લેટફોર્મ મળી છે. અહીં રજૂ થનાર ઇનોવેટીવ આઇડીયા ભવિષ્યમાં લોકોને નવો રાહ બતાવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
